મોરબી:બેંગલુરુ બાદ આજે ચેન્નઈ ખાતે વાઈબ્રન્ટ સિરામિક સમીટનું પ્રમોશન કરવામાં આવ્યું હતું આ તકે તામિલનાડુ અને સેનેટરીવર્સ એસોશિએશનના પ્રેસિડેન્ટ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આગામી માસમાં યોજાનાર વાઈબ્રન્ટ સીરામીક એક્સ્પો-૨૦૧૭નું આજરોજ તામિલનાડુના ચેન્નઈમાં પ્રમોશન અને ગેટ ટુ ગેધર યોજવામાં આવ્યું હતું. જેમાં મોરબી સીરામીક એસોશિએશનના સંદીપભાઈ પટેલે પ્રેઝન્ટેશન કર્યું હતું.આ તકે મુકેશભાઈ કુંડારીયા,વિજયભાઈ પટેલ અને હિરેનભાઈ કાનાણી ખાસ હાજર રહ્યા હતા. આ ગેટ ટુ ગેધરમાં આઈ.આઈ.આઈ.ડી.ના સેક્રેટરી રવિસુંદરમે સ્પીચ આપી હતી,આ તકે તામિલનાડુ ટાઇલ્સ એન્ડ સેનેટરીવેર્સના પ્રેસિડેન્ટ હરિશંકર શર્મા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='12395,12396,12397']