મોરબીમાં કેન્સરના દર્દીઓને હવે મફતમાં કીમિયોથેરાપીની સારવાર મળશે મોરબી : મોરબીમાં કેન્સરના સામાન્ય અને ગરીબ દર્દીઓને કીમિયોથેરાપીની આતિષ મોંઘી ખર્ચાળ સારવાર પરવડતી ન હોય ત્યારે રાહત મળે એવા ન્યુઝ સામે આવ્યા છે. મોરબીની સરકારી હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કીમિયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આથી હવે મોરબીમાં કેન્સરના દર્દીઓને હવે મફતમાં કીમિયોથેરાપીની સારવાર મળશે જીએમઇઆરએસ જનરલ હોસ્પિયલ મોરબી ખાતે ડિસ્ટ્રિક્ટ કિમોથેરાપી સેન્ટર અંતર્ગત ડે કેર કિમોથેરાપીનું વોર્ડ કાર્યર્રત કરવામાં આવ્યું છે. જેમાં કેન્સરના દર્દીઓને મફતમાં કિમોથેરાપીની સારવાર પૂરી પાડવા માં આવશે. કિમોથેરાપી વોર્ડ બીજા માળે મેઈન બિલ્ડિંગ જીએમઇઆરએસ જનરલ હોસ્પિયલ મોરબી ખાતે કાર્યરત છે. ડિસ્ટ્રિક્ટ કિમોથેરાપી સેન્ટરના નોડલ પર્સન-ડૉ નિમેશ રૂપાલા(૯૦૩૩૧૯૧૨૦૧) સારવાર આપી રહ્યા છે. જો કે આ કેન્સરના દર્દીઓ માટે અગાઉ કીમિયોથેરાપી સેન્ટર હતું. પણ યોગ્ય રીતે ચાલતું ન હતું. આથી દર્દીઓને રાજકોટ સુધી આ સારવાર માટે ધક્કા ખાવા પડતા હતા. પણ હવે સિવિલ હોસ્પિટલમાં કાયમી ધોરણે કીમિયોથેરાપી સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. જેથી ગરીબ અને સામાન્ય દર્દીઓને આ મોંઘી સારવાર મફતમાં મળશે.