મોરબી : મોરબીની ઉમા ટાઉનશિપમાં છેલ્લા 5-6 દિવસથી કેમિકલયુક્ત અને દુર્ગંધવાળુ પીવાનું પાણી આવતું હોવાની રહેવાસીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. પીવાનું પાણી પીવાલાયક ન આવતું હોય લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે.આ અંગે મોરબીની ઉમા ટાઉનશિપના રહેવાસી મહેશભાઈ જેઠલોજાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચેક દિવસથી પાણી કેમિકલયુક્ત અને દુર્ગંધવાળુ આવી રહ્યું છે. દરરોજ બે કલાક સુધી પાણી આવે છે પરંતુ શરૂઆતની અડધી કલાક સુધી પાણી ખરાબ આવે છે. આ અંગે ગઈકાલે જ મહાનગરપાલિકામાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ત્યારે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ થાય અને શુદ્ધ પાણી મળે તેવી રહીશો માગ કરી રહ્યા છે.