મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડમાં આજે યોજાયેલી સામાન્ય સભામાં ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત ત્રણ ખેડૂતોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત ત્રણ ખેડૂતો કરશનભાઇ ભગવાનજીભાઈ ભાડજા- સુલતાનપુર, દિલીપભાઈ નાનજીભાઈ ભાગીયા- મિતાણા !અને વસંતભાઈ મોહનભાઇ ફેરફ - જબલપુરને ચેરમેન ભવાનભાઈ ભાગીયા, સભ્ય મનહરભાઈ બાવરવા સહિતના હસ્તે ચેક વિતરણ કરાયો હતો.