મોરબી : ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે મોરબી માર્કેટીંગ યાર્ડમાં પાણી ભરાય જતા ખેડૂતોની જણસ પલળી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું હતું. આવા કોરોનાના કપરા કાળમાં ખેડૂતોને નુકસાની વેઠવી ન પડે માટે માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને વળતર આપવાનું નક્કી કરાયું હતું. જેથી, આજે માર્કેટ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા અને સેક્રેટરી કાંતિભાઈ દ્વારા 19 જેટલા ખેડૂતોને રૂ. 7,00,263 ના ચેક હાથોહાથ આપવામાં આવ્યા હતા. અને ખેડૂતોને વરસાદથી થયેલ પાક નુકસાની સામે સહાય મળી હતી.