આરોગ્ય સમિતિના ચેરમેનની સજાગતાથી લોલમલોલ ખુલ્લી પડી, તાલુકા આરોગ્ય અધિકારી કેન્દ્રની વિઝીટ જ ન કરતા હોવાનું ખુલ્યું : નોટીસની તજવીજ મોરબી : મોરબીના લીલાપર અર્બન સેન્ટર- પરસોતમ ચોકમાં આરોગ્ય સમિતિના ચેરમેને ઓચિંતું ચેકીંગ હાથ ધર્યું હતું. જે વેળાએ કેન્દ્રમાં દવાઓ એક્સપાઈરી ડેટવાળી હોવાનું માલુમ પડ્યું હતું. ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારી પણ કેન્દ્રની વિઝીટે ન આવતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી હવે આ મામલે નોટીસની તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન હીરાલાલ ટમારિયાએ લીલાપર અર્બન સેન્ટર- પરસોતમ ચોકમાં ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ વેળાએ આ કેન્દ્રમાં ડ્રેસિંગ કરવા માટે વપરાતું ટીન્ચર અને કોપર ટી મુકતી વખતે વાપરવામાં આવતી દવા એક્સપાઈર થઈ હોવાનું સામે આવ્યું હતું. આ વેળાએ ડોકટરે કહ્યું હતું કે આ એક્સપાઈર થયેલી દવાનો તેઓએ ઉપયોગ જ કર્યો નથી. પણ તેમાની એક દવા ડ્રેસિંગ ટેબલ ઉપર વપરાયેલી હાલતમાં જોવા મળી હતી. આ ઉપરાંત ચેરમેનના જણાવ્યા અનુસાર કેન્દ્રમાં જિલ્લા કક્ષાએથી આવેલી દવાનું રજિસ્ટર મેઇન્ટેઇન કરવાનું હોય છે. પણ આ કેન્દ્રમાં રજિસ્ટર મેઇન્ટેનન્સ 2019થી બંધ હતું. અને 2021ના ત્રીજા મહિનાથી ચાલુ કર્યું હતું. આમ એક વર્ષ હિસાબ રાખવામાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. આ કેન્દ્રનું તાલુકા આરોગ્ય અધિકારીએ મોનીટરીંગ કરવાનું હોય, પણ વિઝીટ બુક જોઈ તો તેઓએ સેન્ટરની મુલાકાત જ ન લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં ચેરમેને જણાવ્યું કે હવે તેઓ આરોગ્ય અધિકારીને પત્ર લખશે અને ટીએચઓ અને એમઓ ઉપર શિક્ષાત્મક પગલાં કેમ ન લેવા તે માટે ખુલાસા માંગવાનું જણાવશે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..