ખેડૂત આંદોલન સમિતિના સભ્ય વૈભવ અમૃતિયાની ફેક્ટરીમાં ખાણ ખનીજ તેમજ બાળ સુરક્ષા વિભાગની તપાસ મોરબી : જેતપર ખેડૂત આંદોલનના વધુ એક આગેવાનના કારખાનામાં તંત્રએ ઓચિંતું ચેકીંગ હાથ ધરતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સરકારી એજન્સીઓ દ્વારા આંદોલનકારીઓના વ્યવસાયિક સ્થળો પર સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાણ ખનીજ તેમજ બાળ સુરક્ષા સહિતના વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા 2 દિવસથી સરકારી તંત્ર દ્વારા ખેડૂત આંદોલન સાથે જોડાયેલા અગ્રણીઓના ધંધાકીય એકમો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ ગઈકાલે પણ રાજ્યમંત્રીના ભાઈ રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર પર ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે આજે ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા અગ્રણીઓના જ કારખાનાઓ અને એકમો પર એકાએક સરકારી એજન્સીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે.જોકે આજની ચેકીગ કાર્યવાહી અંગે હજુ કોઈ પણ સરકારી વિભાગ કે ખેડૂત આગેવાન દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જ્યારે ખેડૂત આંદોલન સમિતિ દ્વારા સરકારી એજન્સીઓ દ્વારા આ પ્રકારે તપાસ હાથ ધરીને ખેડૂત આંદોલનકારીઓને દબાવવાના અને ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #FarmerProtest #KhedutAndolan #GujaratNews #Jetpar #GovernmentInvestigation