મોરબી : વાંકાનેરમાં જન સલામતીના ભાગરૂપે જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ ગોઠવીને જાહેર જગ્યાઓ ઉપર બૉમ્બ ડિટેક્શન સહિતની ટીમોનું ચેકીંગ કરાવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા બોમ્બ ડિટેકશન એન્ડ ડિફ્યુઝન સ્ક્વોડ દ્વારા આજરોજ વાંકાનેરમાં વિવિધ જાહેર સ્થળોએ નાગરિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં બીડીડીએસ ટીમ દ્વારા વાંકાનેર શહેરના બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તેમજ મચ્છુ -1 ડેમ સાઇટ પર સુરક્ષા ચેકીંગ કરવામાં આવ્યું હતું.