તોલમાપ વિભાગે છાસ,દૂધમાં વધુ ભાવ લેતા તેમજ વજનકાંટા દુરસ્ત ન કરવા બદલ કાર્યવાહી કરીમોરબી : મોરબી જિલ્લામાં કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગે જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન શહેર-જિલ્લામાં અને હાઇવે ઉપર ચેકીંગ ઝુંબેશ હાથ ધરી તોલમાપ ચેકિંગમા રૂ.9,63,905ની ચકાસણી મુદ્રાંકન ફી વસુલ કરવાની સાથે 39 એકમો સામે કાર્યવાહી કરી રૂ. 64,100 માંડવાળ ફી વસુલ કરવામા આવી હોવાનું જાહેર કર્યું છે.મોરબી જિલ્લા કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનામા મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા ઇન્ચાર્જ અધિકારી આર.કે.ડામોર અને તેમની ટીમે જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2025 સમયગાળા દરમિયાન પેટ્રોલપંપ, અનાજ કરીયાણાની દુકાન, મોલ સુપરમાર્કેટ, શાકભાજી, ફરસાણ મિઠાઈ તથા અન્ય વેપારીઓના વજન-કાંટા, ઈલેક્ટ્રોનિક્સ બેલેંસ, વે બ્રીજ તેમજ પંપની ચકાસણી કરી મુદ્રાંકન ફી પેટે રૂ.9,63,905ની વસુલાત કરેલ હતી.વધુમાં આ સમયગાળા દરમ્યાન જુદા જુદા એકમોની ઓચંતી તપાસ કરી ૩૯ એકમો સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરી પ્રો કેસ નોંધી રૂ.64,100 માંડવાળ ફી વસુલ કરેલ હતી.જેમા એક પેટ્રોલ પંપ, વે બ્રીજ, ઈલે બેલેંસ ફેર ચકાસણી મુદ્રાંકન ન કરાવવા બદલ, દુધ છાસ પર ભાવ વધારો લેવા બદલ હાઈવે હોટલ્સ પર મેન્યુ કાર્ડમા જથ્થો ન દર્શાવવા બદલ, પી.સી આર રજીસ્ટેશન ન કરવવા બદલ કાર્યવાહી કરેલ હોવાનું જાહેર કરાયું હતું.