વાંકાનેર : સુરતમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે વાંકાનેરમા ચાલતા ૯ ખાનગી ટ્યુશનોનું નગરપાલિકા દ્વારા આવતીકાલે શનિવારે ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે. વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેના પગલે પાલિકાની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૯ ખાનગી ક્લાસિસનું ચેકીંગ કરશે. આ ક્લાસિસમાં જો ફાયર સેફટી સહિતની સુવિધા નહિ હોય તો તેને નોટિસ ફટકારી આગળની કાર્યવાહી કરવામાં આવશે.