વાંકાનેરના સરદારજીએ હળવદમા ભૂંડ પકડતા જ સ્થાનિક સરદારજી વિફર્યાહળવદ : હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાથી ભૂંડ પકડવા મામલે વાંકાનેર અને હળવદમા રહેતા સરદારજીઓ વચ્ચે ઝઘડો થતા હળવદના સરદારજીઓએ તલવાર, ધોકા અને પાઇપ વડે હુમલો કરતા ભૂંડ પકડવાનો મામલો હળવદ પોલીસ મથકે પહોંચ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં વાંકાનેરથી આવેલ મહેન્દ્રસિંઘ બિશનસિંઘ બગ્ગા ઉ.37 ભૂંડ પકડી રહ્યા હતા ત્યારે હળવદ શહેરમાં રહેતા આરોપી પ્યારાસિંઘ ચેનસિંઘ ટાંક, ત્રિલોકસિંઘ પ્યારાસિંઘ ટાંક, હરનામસિંઘ અમરસિંઘ ટાંક, બલદેવસિંઘ ગુરુમુખસિંઘ ટાંક, અમરસિંઘ ચેનસિંઘ ટાંક અને જોગિંદરસિંઘ ગુરુમુખસિંઘ ટાંક નામના 6 આરોપીઓએ બનાવ સ્થળે ગાડી લઈને આવ્યા હતા અને ફરિયાદી મહેન્દ્રસિંઘની ગાડી સાથે ગાડી ભટકાડી ગાડીમાં નુકશાન કરવાની સાથે અમારા વિસ્તારમાંથી કેમ ભૂંડ પકડેશ કહી આરોપીઓએ તલવાર, પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.