પૂ. નિરંજન મુનિજી અને પૂ. ચેતન મુનિજી 37 વર્ષ બાદ મોરબી ચાતુર્માસ અર્થે પધાર્યા: સોમવારે મહાસતીજીઓનો મંગલ પ્રવેશમોરબી : મોરબી સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર જૈન સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદ છવાયો છે. રવિવારે, 19 જુલાઈના રોજ ગુરુદેવ અને સતીજીઓની પધરામણી અને પ્રવેશ પ્રસંગની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.લીમડી અજરામર સંપ્રદાયના પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીના નિશ્રાવર્તી ડૉ. પૂ. ગુરુદેવ નિરંજન મુનિજી તથા પૂ. ગુરુદેવ ચેતન મુનિજી (બંધુ બેલડી) નું ચાતુર્માસ મોરબીને પ્રાપ્ત થયું છે. સાથે જ પૂ. કોમલકુમારી મહાસતીજી અને પૂ. એકતાકુમારીજી મહાસતીજી પણ ચાતુર્માસ બિરાજમાન થશે. વિશેષ ઉલ્લેખનીય છે કે, પૂ. ગુરુદેવ 37 વર્ષના લાંબા અંતરાલ બાદ મોરબીમાં ચાતુર્માસ કરવા પધારી રહ્યા હોવાથી શ્રાવકોમાં અદભુત ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.રવિવારે ગુરુદેવનો પ્રવેશરવિવારે સવારે 8:00 કલાકે સંઘના ઉપપ્રમુખ ઉર્મિલાબેનના નિવાસસ્થાનેથી (મહેન્દ્ર ડ્રાઈવ રોડ) ગુરુદેવનો પ્રવેશ પ્રસ્થાન કરશે અને 8:30 કલાકે તેઓ સોની બજાર સ્થિત શ્રી સ્થા. જૈન સંઘ ઉપાશ્રયમાં પધારશે. ત્યારબાદ વિશાશ્રી માળી વણિક વાડીમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને પૂ. ગુરુદેવ વ્યાખ્યાન તથા માંગલિક ફરમાવશે.સોમવારે મહાસતીજીઓનો મંગલ પ્રવેશતારીખ 20 જુલાઈ ને સોમવારે સવારે 7:30 કલાકે પૂ. મહાસતીજીઓનો મંગલ પ્રવેશ સોની બજાર ઉપાશ્રયથી શરૂ થશે અને તેઓ 8:15 કલાકે જયનાદ સાથે શ્રી મણીબેન પ્રભાશંકર શેઠ પ્લોટ પૌષધ શાળામાં પધારશે.આ બંને પવિત્ર કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા માટે બંને સંઘ દ્વારા જૈન સમાજના તમામ શ્રાવક-શ્રાવિકાઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #JainSamaj #Chaturmas #MorbiNews #ReligiousEvent #GurudevPravesh #Jainism #Morbi #DharmikMahotsav