સામાજિક અગ્રણીએ અષાઢી બીજના પ્રેરણાત્મક ઉજવણી કરીને પુણ્યનું ભાથું બાંધ્યું મોરબી : મોરબીના સામાજિક અગ્રણીએ અષાઢી બીજની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.જેમાં તેમણે અષાઢી બીજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી 50 પ્રજ્ઞાચક્ષુઓ તથા ખોખરા હનુમાન ધામમાં સંસ્કૃતનું જ્ઞાન મેળવતા 80 બાળકોને સ્વાદિષ્ટ ભોજન કરાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. મોરબીના સાવસર પ્લોટમાં રહેતા સામાજિક અગ્રણી રાજુભાઇ ડાંગર દ્વારા અષાઢી બીજની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં તેમણે ગઈકાલે અષાઢી બીજે 50 પ્રજ્ઞાચક્ષુઓ તથા બેલા પાસેના ખોખરા હનુમાન ધામમાં સંસ્કૃતનું જ્ઞાન મેળવતા 80 બાળકોને તમને ઘરે બોલાવીને પ્રેમપૂર્વક જમાડ્યા હતા. તેમજ ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સત્યનારાયણની કથા યોજાઈ હતી.તેમજ રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો આસપાસના લોકોએ લાભ લીધો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne