નકલી રેમડેસીવીર કૌભાંડની તપાસ કરનાર એસ.ઓ.જી.એ ફૂલ 32 આરોપીઓ સાથેનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું મોરબી : ડુપ્લીકેટ રેમડેસીવીર કૌભાંડમાં મોરબી પોલીસ અત્યાર સુધીમાં 32 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઇન્જેક્શનો કોને-કોને ધાબડી દેવાયા તે અંગેની સઘન તપાસ ચાલવી પોલીસે તમામ આરોપીઓ સામે સજ્જડ પુરાવા એકત્ર કર્યા છે અને 32 આરોપીઓ સાથેનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું છે. મોરબી એસઓજી પીઆઇ આલએ આ સમગ્ર બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, અગાઉ કોરોનાની બીજી.લહેર દરમિયાન દર્દીઓના આરોગ્ય સાથે ખીલવાડ કરવાના ડુપ્લીકેટ રેમડેસીવીર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ડુપ્લીકેટ રેમડેસીવીર ઇંજેક્શન સાથે મોરબીના રાહુલ અશ્વિન લોહાણાને ઝડપી લેતા આ કૌભાંડનું મૂળ સુરત નીકળ્યું હતું અને પોલીસની સઘન તપાસમાં એક પછી એક કડીઓ ખુલતી ગઈ હતી. ગુજરાત ઉપર રાજ્ય બહારના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી ડુપ્લીકેટ રેમડેસીવીર ઇંજેક્શન કનેક્શન નીકળતા પોલીસે અત્યાર સુધીમાં એક પછી એક એમ 32 આરોપીઓને પકડીને જેલહવાલે કર્યા છે. આ ઉપરાંત લાખો-કરોડોનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે સુરતના કૌશલ વોરા અને પુનિત શાહની ભૂમિકા બહાર આવી હતી. ત્યારે તમામ આરોપીઓ વિરુદ્ધ સજ્જડ પુરાવા એકત્ર કરી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..