જનરલ સ્ટોરમાં જાહેરમાં જુગારધામ ધમધમતું હતું : રૂ.૧૬૪૨૦ નો મુદામાલ જપ્ત મોરબી : હળવદ તાલુકાના ચરાડવા ગામે મુખ્ય બજારમાં જનરલ સ્ટોરમાં ધમધમતા જુગારધામ ઉપર મોરબી એલસીબીએ દરોડો પાડી જુગાર રમી રહેલા ૬ શખ્સોને ઝડપી લીધા હતા. જાણવા મળ્યા મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે અંબિકા જનરલ સ્ટોર નામની દુકાનમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની એલસીબી હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ રાણાને મળેલી બાતમીને આધારે એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ સહિતનો સ્ટાફ ત્રાટક્યો હતો. ચરાડવા મેઈન બજારમાં એલસીબી ત્રાટકતા જ જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને જાહેરમાં જુગાર રમી રહેલા ધનજીભાઈ જાદવજીભાઈ ચાવડા, અશ્વિનકુમાર રામદાસ આચાર્ય,રે.હળવદ, લાલિતકુમાર વાલજીભાઈ ટીલવા, રે.રાજકોટ, રવીરત્ન પાર્ક,દાનાભાઈ હરજીભાઈ રાઠોડ,રે.ચરાડવા, મુકેશભાઈ ભગવાનજીભાઈ સિણોજીયા રે. દેવીપુર,હળવદ, તથા અશ્વિનભાઈ બાબુભાઇ ચૌહાણ રે.ચરાડવા રૂપિયા ૧૬૪૨૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયા હતા. આ મામલે મોરબી એલસીબી પોલીસે હળવદ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.