મોરબી : મોરબીના જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા બકરી ઈદ નિમિતે જીવને સાતા મળે તે માટે કાલે વિવિધ ઉપાશ્રય ખાતે નવકાર મહામંત્રના જાપનુ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા બકરી ઈદ નિમીતે સમસ્ત જીવને સાતા ઉપજે, જીવદયા પડાય તે માટે નવકાર મહામંત્રના જાપનુ આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન કાલે તા. 21ના રોજ સાંજે 4થી 5 કલાકે સોની બજાર ઉપાશ્રય, પ્લોટ પોષધ શાળા ઉપાશ્રય, દરબાર ગઢ દેરાસર ઉપાશ્રય, પ્લોટ દેરાસર ઉપાશ્રય, સામા કાંઠે રીલીફ નગર ઉપાશ્રય, ગુણવર્ધક સંઘ - શનાળા રોડ અને વર્ધમાન દેરાસર - રવાપર રોડ ઉપાશ્રય ખાતે કરવામાં આવ્યું છે. આ સામુહીક જાપમાં જે.એસ.જી મોરબી, સંગીની જે.એસ.જી મોરબી તથા મોરબીના દરેક મંડળના બહેનો તથા શ્રાવીકા બહેનો એ તેમના ઘરથી નજીકના ઉપાશ્રયમાં આ નવકાર મહામંત્રના જાપનો લાભ લેવા પધારવા ગ્રુપના સંદિપ દફતરી (પ્રમુખ), નિતીન મહેતા (મંત્રી) તથા કારોબારી સભ્યોની યાદીમાં જણાવાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..