હાલ ટંકારાના નવનિયુક્ત જજ, સરકારી વકીલ અને પીએસઆઇ તમામ મહિલા અધિકારી ટંકારા : ટંકારાના પ્રિન્સિપલ જજ યાદવની બદલી થતા વકીલોએ તેઓને ભાવભેર વિદાય આપી હતી. જો કે હાલ ટંકારામા નવનિયુક્ત જજ, સરકારી વકીલ અને પીએસઆઈ તમામ મહિલા અધિકારી છે. ટંકારાના પ્રિન્સિપલ જજ યાદવની ઉંજા ખાતે બદલી થઈ છે. તેઓની જગ્યાએ બી.જે. રાઠોડ મેડમને મુકવામાં આવ્યા છે. સરકારી વકીલ તરીકે પૂજાબેન જોશીની નિમણૂક થઈ છે. હાલ ટંકારાના પીએસઆઈ પણ મહિલા હોય ટંકારા તાલુકાનું સુકાન મહિલા અધિકારીઓના હાથમા સોંપાયું છે. ઉલ્લેખનીય છે કે પ્રિન્સિપલ જજ યાદવે ચાર વર્ષ દરમિયાન સૈથી વધુ સમાધાન કરાવ્યું છે. ૧૫૦૦ થી વધુ ચુકાદાઓ આપ્યા છે. કોર્ટના નવા બિલ્ડીંગ માટે રી પ્લાન પણ મુક્યો હતો. ઉપરાંત તેઓએ ગ્રામ પંચાયતને સ્વચ્છતા બાબતે નોટિસ આપીને દાખલો પણ બેસાડ્યો હતો. તેઓની બદલી થતા વકીલો દ્વારા તેમને ભાવભેર વિદાય આપવામા આવી હતી.