શારદા વિદ્યાલય- વાંકાનેરનું પરીક્ષા સ્થળ અમરસિંહજી હાઇસ્કૂલ - વાંકાનેર ખાતે તબદિલ કરાયું મોરબી : મોરબી જિલ્લામાં આગામી તા. ૦૫/૦૩/૨૦૨૦ થી ધો. ૧૦ અને ૧૨ સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. આ પરીક્ષાઓ પૈકી ધો.૧૦ની પરીક્ષા માટે મોરબી જિલ્લાના વાંકાનેર કેન્દ્ર (કેન્દ્ર નં. ૮૬૦૨) માં કુલ ૦૬ (છ) પરીક્ષા બિલ્ડીંગ ફાળવેલ છે. જે પૈકી ૦૧ (એક) પરીક્ષા બિલ્ડીંગ શારદા વિદ્યાલય- વાંકાનેરનું પરીક્ષા સ્થળ અમરસિંહજી હાઇસ્કૂલ - વાંકાનેર ખાતે તબદિલ કરવામાં આવેલ છે. આથી વાંકાનેર તાલુકાના ધો. ૧૦ની પરીક્ષા આપનાર સર્વે પરીક્ષાર્થીઓ તેમજ પરીક્ષાર્થીઓની શાળાઓના આચાર્યઓને આ પરીક્ષા કેન્દ્રના સ્થળ ફેરફાર બાબતે જાણ કરવામાં આવે છે. હવેથી આગામી તા. ૦૫/૦૩/૨૦૨૦ થી શારદા વિદ્યાલય ખાતે ધો. ૧૦પરીક્ષા આપવા જનાર સર્વે પરીક્ષાર્થીઓએ અમરસિંહજી હાઇસ્કૂલ-વાંકાનેર ખાતે પરીક્ષા આપવા જવાનું રહેશે. જેની સર્વે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ખાસ નોંધ લેવી.તદુપરાંત શારદા વિદ્યાલય કેન્દ્રમાં જે શાળાઓના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા જનાર છે એ શાળાઓના આચાર્યશ્રીઓને પણ સદર બાબતે ધ્યાન દોરવામાં આવે છે. ઉક્ત જણાવેલ ફેરફાર ફક્ત ધો. ૧૦ પરીક્ષા માટે જ છે, જેની ખાસ નોંધ લેવી.ઉપરોક્ત જણાવેલ બાબતે કોઈ વિસંગતતા જણાય તો ધો. ૧૦ પરીક્ષાના મોરબી જિલ્લાના ઝોનલ અધીકારીશ્રી બી. એલ. ભાલોડીયાનો મો. 94282 63340 નો સંપર્ક કરવાનો રહેશે. તેમ બી.એમ.સોલંકી જિલ્લા શિક્ષણાધિકારી મોરબી ની યાદી માં જણાવવામાં આવેલ છે