22 ઓગસ્ટની એક્સપ્રેસ ઓખાને બદલે જામનગરથી ઉપડશે રાજકોટ : પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝનમાં આવેલ લાખાબાવળ-પીપળી-કાનાલુસ વિભાગમાં ડબલ ટ્રેકના કામને કારણે નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ અને ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રદ્દ રહેશે. જેમાં 21-8-2025ના રોજ નાથદ્વારાથી ઉપડતી ટ્રેન નંબર 19576 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે, આ રીતે આ ટ્રેન રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. 22-8-2025ની ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ઓખાની જગ્યાએ જામનગરથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે, આ રીતે આ ટ્રેન ઓખા-જામનગર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.રેલ મુસાફરોએ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી પ્રારંભ કરવા અને ટ્રેનોના સંચાલન સંબંધિત અપડેટ્સની માહિતી માટે [www.enquiry.indianrail.gov.in](www.enquiry.indianrail.gov.in) પર જઈને અવલોકન કરવા જણાવવામાં આવ્યું છે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.