આજે વિવિધ 15 સમિતિઓની રચના થતા સ્ટેન્ડિંગ કમિટીના 5 સભ્યોને ચેરમેન પદ મળ્યુંમોરબી : મોરબી મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં મહાપાલિકાની 15 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. અગાઉ સ્ટેન્ડિંગ કમિટી જાહેર રહી હતી. તેમાંના 5 સભ્યોને નવી સમિતિમાં ચેરમેન પદ મળતા તેમની બદલે સ્ટેન્ડિંગ કમિટીમાં નવા 5 સભ્યો સમાવવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં અગાઉ 12 સભ્યો સમાવવામાં આવ્યા હતા. જેમાં ચેરમેન તરીકે જયંતિભાઈ દામજીભાઈ પડસુંબિયાને સભ્ય તરીકે નવનીતભાઈ ભુદરભાઈ કુંડારિયા, ભાવિકકુમાર ભરતભાઈ જારીયા, વિવેકભાઈ રમેશભાઈ ગોલતર, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા, રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા, જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલા, મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર, મેઘાબેન દીપકભાઈ પોપટ, અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડીયા, પુષ્પાબેન જીગરભાઈ વાળા અને મનસુખભાઈ મુળજીભાઈ સારેસા કાર્યરત હતા. આજે મહાનગરપાલિકામાં વધુ વિવિધ 15 સમિતિઓની રચના કરવામાં આવી છે. આ નવી 15 સમિતિઓમાં અગાઉ જાહેર કરાયેલી સ્ટેન્ડિંગ કમિટીના 5 સભ્યોને ચેરમેન પદ આપવામાં આવ્યું છે. જેને પગલે આ 5 સભ્યોને સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવી લેવામાં આવ્યા છે અને તેમની ખાલી પડેલી જગ્યાએ અન્ય નવા 5 સભ્યોની વરણી કરવામાં આવી છે. જેમાં ગણેશભાઈ ડાભી, ભુપતભાઇ જારીયા, ગોપાલભાઇ કાસુન્દ્રાઝ ભગવતીબેન મુકેશભાઇ કુંડારિયા, ભાવેશભાઈ કંજારીયાનો સમાવેશ થાય છે. #MorbiUpdate #MorbiNews #MorbiMahanagarpalika #StandingCommittee #Morbi #GujaratPolitics #BJP