મોરબી : મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્ચ એન્ડિંગની રજાઓ બાદ યાર્ડમાં જણસીની આવક અંગે નવી જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ૩૧ માર્ચના રોજ બપોરે ૪ વાગ્યાથી જણસી ઉતારવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ હાલમાં વરસાદની આગાહી હોવાથી અને યાર્ડમાં ઘઉંની આવક ખુલ્લા શેડમાં થતી હોવાથી નિર્ણયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે.ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મોરબીના ઈન્ચાર્જ સેક્રેટરીની યાદી મુજબ, વરસાદની આગાહીને ધ્યાને રાખીને તારીખ ૧ એપ્રિલ ૨૦૨૬, બુધવારથી ઘઉંની આવક માત્ર સવારના ૬:૦૦ વાગ્યાથી સવારના ૧૦:૦૦ વાગ્યા સુધી જ ચાલુ રાખવામાં આવશે.આ સાથે જણાવાયું છે કે, યાર્ડમાં ઘઉં નીચે ઉતારવા દેવામાં આવશે નહીં. ખેડૂતોએ પોતાના વાહનો લાઈનમાં ઊભા રાખવાના રહેશે અને ઊભા વાહનોમાં જ ઘઉંની હરાજી કરવામાં આવશે. જ્યાં સુધી બજાર સમિતિ દ્વારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ઘઉંની આવક અને હરાજી આ જ રીતે ચાલુ રહેશે. હવામાનના પલટાને કારણે ખેડૂતોને પોતાનો માલ (ઘઉં) ફરજિયાતપણે તાડપત્રીથી ઢાંકીને જ યાર્ડમાં લાવવા માટે તાકીદ કરવામાં આવી છે. આ અંગે તમામ કમિશન એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોએ નોંધ લેવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #APMCMorbi #MarketingYard #AgricultureNews #WheatArrival #MorbiNews #Farmers #GujaratNews