મોરબી : ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત કલા મહાકુંભ-2024-25નો પ્રારંભ 21 ડિસેમ્બરના રોજ મોરબી જિલ્લાના તાલુકા કક્ષાની સ્પર્ધા શરૂ થઈ છે. ત્યારે આ સ્પર્ધાની તારીખમાં ફેરફાર કરાયો છે.પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધનને પગલે રાષ્ટ્રીય શોક જાહેર કરાયો હોય મોરબી અને માળિયા (મિયાણા) તાલુકા કક્ષાના કલા મહાકુંભના સ્થળ અને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં મોરબી તાલુકા કક્ષાનો કલા મહાકુંભ આગામી તારીખ 3 જાન્યુઆરીના રોજ સવારે 8 કલાકે મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાશે. જ્યારે માળિયા (મિયાણા) તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2 જાન્યુઆરીના રોજ બપોરે 2 કલાકે મોટી બરાર મોડેલ સ્કૂલ ખાતે યોજાશે. તાલુકા કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકોને જિલ્લા કક્ષામાં ભાગ લેવા જશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.