રાજકોટ : દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન પુનર્વિકાસના કાર્યને કારણે, રેલવે વહીવટીતંત્ર દ્વારા રાજકોટ ડિવિઝનથી પસાર થતી પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેનના ટર્મિનલ સ્ટેશનને અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પોરબંદરથી દર મંગળવારે ચાલતી ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 15-4-2025થી આગામી આદેશો સુધી પોરબંદરથી ચાલીને ઉમદાનગર સ્ટેશન સુધી જશે.દર બુધવારે સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 16-4-2035થી આગળના આદેશો સુધી સિકંદરાબાદને બદલે ઉમદાનગર સ્ટેશનથી ચાલશે. આમ આ ટ્રેન ઉમદાનગર સ્ટેશનથી પોરબંદર સ્ટેશન સુધી ચાલશે.ઉલ્લેખનીય છે કે આ ટ્રેન બંને દિશામાં કાચીગુડા સ્ટેશન પર પણ ઉભી રહેશે. 15-4-2025થી ચાલવા વાળી ટ્રેન નંબર 20968નું સિકંદરાબાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 7:55 / 8:10 કલાકે હશે, કાચીગુડા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 8.25 / 8.27 કલાકે હશે અને ઉમદાનગર સ્ટેશને 9:05 કલાકે પહુંચશે.તેવી જ રીતે 16-4-2025થી ચાલવા વાળી ટ્રેન નંબર 20967 ઉમદાનગર સ્ટેશનથી 14:00 કલાકે ઉપડશે. તે પછી, કાચેગુડા સ્ટેશન પર તેનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 14:35 / 14:37 કલાક અને સિકંદરાબાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 15:00 /15:10 કલાકનો રહેશે.