વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોની અનુકૂળતા માટે બપોરનું સત્ર 1 કલાક વહેલું શરૂ થશેમોરબી અપડેટ: શહેરના વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો તેમજ વાંચનપ્રેમી નાગરિકોને વાંચન માટે વધુ સુવિધા મળી રહે તે હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શ્રીમદ્ રાજચંદ્ર લાઈબ્રેરીના સમયગાળામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે.અગાઉ લાઈબ્રેરીનો સમય સવારે 8:00 થી બપોરે 12:00 અને સાંજે 4:00 થી રાત્રે 8:00 કલાક સુધી રાખવામાં આવ્યો હતો. પરંતુ, હવે વાચકોની જરૂરિયાત અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને આ સમયમાં ફેરફાર કરાયો છે. ખાસ કરીને બપોરના સમયગાળા બાદ લાઈબ્રેરીમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બપોરના સત્રની શરૂઆત 1 કલાક વહેલી કરવામાં આવી છે. જેથી હવે લાઈબ્રેરી સવારે 8:00 થી 12:00 તેમજ બપોરે 3:00 થી 7:00 કલાક સુધી ખુલ્લી રહેશે. મોરબી મહાનગરપાલિકાની લાઈબ્રેરી શાખા દ્વારા તમામ વાચકોને આ નવા સમયપત્રકની નોંધ લેવા અને લાઈબ્રેરીમાં ઉપલબ્ધ પુસ્તકો, અભ્યાસ સામગ્રી તેમજ વાંચન સુવિધાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #Library #EducationNews #CompetitiveExams #MorbiCity