વાંકાનેર : કોરોનાના સંક્રમણને રોકવા માટે ચંદ્રપુર પંચાયત દ્વારા તમામ વોર્ડમાં મશીનથી દવા છાંટી શકાય તે માટે હાઈ ક્લીયરન્સ બુમ સ્પ્રેયર મશીનોથી દવા છાંટવાની કામગીરી સરપંચ હરેન્દ્રસિંહ ઝાલા, સભ્ય મનોહરસિંહ જાડેજાના હસ્તે શરૂ કરાવવામાં આવી છે. મશીન વડે ગામના તમામ વોર્ડ વિસ્તારોમાં પાણી સાથે દવા મિશ્રણ કરી, તમામ રસ્તાઓ, શેરીઓ, તેમજ જુદા જુદા વિસ્તારોમાં દવાનો છંટકાવ થઇ રહ્યો છે. આ મશીન દ્વારા ભાટીયા સોસાયટીના તમામ વોર્ડને સેનિટાઇઝ કરવાની પ્રકિયા શરુ કરી દેવામાં આવી છે.