બી ડિવિઝન પોલીસે વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાઓમાં મુદ્દામાલ પણ કબ્જે કર્યો મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ માસમાં તરખાટ મચાવી ઘરફોડી અને વાહનચોરીને અંજામ આપતી અમરેલી જિલ્લાની કુખ્યાત તસ્કર ત્રિપુટી અને થાનગઢના એક શખ્સ સહિત કુલ ચાર આરોપીઓને મોરબી બી ડિવિઝન પોલીસે ઝડપી લઇ ચોરીમાં ગયેલ અર્ટિકા કાર, સીએનજી રીક્ષા અને મોટર સાયકલ સહિતનો મુદામાલ કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે. મોરબી સીટી બી ડીવીઝન પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ ડી.સ્ટાફ પો.સબ.ઇન્સ એ.એ.જાડેજા તથા ડી.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર શખ્સો હિલચાલ કરી રહ્યા છે જેને પગલે (૧) ગોવીંદભાઇ ઉર્ફે રાજુ ઉર્ફે ગોચો દેવશીભાઇ પરમાર, ઉ.વ ૨૦ ધંધો- મજુરી રહે- ગામ પીપળી, પાવર હાઉસ પાસે, ઝુંપડામા, મોરબી મૂળ ગામ, દામનગર તા.લાઠી જી.અમરેલી (૨) અજયભાઇ ઉર્ફે કીયો નાથાભાઇ વાઘેલા, ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે- લજાઇ, લજાઇ ચોકડી ઝુંપડામાં, મુળગામ- દેરડી તા.દેરડી તા.લાઠી જી.અમરેલી (3) અશોકભાઇ રામસિંગભાઇ વાધેલા, રહે- પીપળી, પાવર હાઉસ પાસે ઝુંપડામાં તા. મોરબી મુળગામ- કદમગરી તા.પાલીતાણા જી.ભાવનગર અને (૪) રવી ઉર્ફે સીંબુ પ્રવીણભાઇ ઉર્ફે મામઢ જીલીયા ઉ.વ.૨૦, રહે- ત્રાજપર ચોકડી, પેટ્રોલ પંપ પાછળ, ઝુંપડામાં મોરબી મુળગામ- થાન રેલ્વેસ્ટેશન સામે જ ચોટીલાવાળા મળી આવ્યા હતા. વધુમાં આ ચંડાળ ચોકડીની પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ (૧) મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડીના બે ગુન્હાઓ ઉપરાંત અન્ય ચોરીની ઘટના તેમજ ચોરી કરેલ (૧) અટીંગા ગાડી રજી નં. જી.જે.૦૩.એચ.કે.૩૮૭૭ (ર) સી.એન. રિક્ષા રજી.નં. જી.જે.૦૧-ડી.યૂ.૭૬૬૭ (૩) મોટર સાઇકલ હોંડા સ્ટનર સહિતનો મુદામાલ કબ્જે કરેલ છે. ઘરફોડી તથા વાહનચોરીના અણઉકેલ કેસ શોધવાની આ સફળ કામગીરી પીઆઇ વી.એલ.પટેલ,પીએસઆઇ એ.એ.જાડેજા, પો.હેડ. કોન્સ બી.આર.ખટાણા, પો.હેડ.કોન્સ ડી.એચ.બાવળીયા, પો.હેડ કોન્સ જેએમ.જાડેજા, આ.હેડ.કોન્સ વનરાજભાઇ ચાવડા, પો.કોન્સ પ્રદીપસિંહ ઝાલા, પો.કોન્સ ધર્મેન્દ્રભાઇ રાંકજા, ભગીરથભાઇ લોખીલ, અ.પો.કો. ભરતભાઇ ખાંભરા, આ.પો.કો. દેવસીભાઇ મોરી, અ.પો.કો. કેતનભાઇ અજાણા, કલ્પેશભાઇ ગાભવા, પો.કોન્સ.રમેશભાઇ મુંધવા સહિતના સ્ટાફે કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..