વાંકાનેર : વાંકાનેર તાલુકાના વરડુસર ગામમાં વાઘેલીયા પરિવારના આંગણે કુળદેવી ચામુંડા માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વરડુસર ગામ મુકામે માતાના નવા મઢમાં માતાના પ્રાણ પ્રતિષ્ઠાનું તા. 25ને સોમવારે માતાજીનો માંડવો, ચંડીહવન તથા બાળલટનું આયોજન કરેલ છે. તો આ પ્રસંગોએ વરિયા પ્રજાપતિ જ્ઞાતિજનોને વાઘેલીયા પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. માતાજીનો નવરંગો માંડવો તા. 24ને રવિવારે રાત્રે 9 કલાકે, ચંડીહવન, બાળલટ તથા પ્રાણ પ્રતિષ્ઠા તા. 25ને સોમવારે સવારે અને મહાપ્રસાદ સવારે 10-30 કલાકે વાઘેલીયા પરિવારના માતાજીના મઢે રાખેલ છે.