મોરબી : સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વણોદ ગામના ચમનભાઈ કાનજીભાઈ પટેલ ઉ.60 નામના વૃદ્ધ ગત તા.10 સપ્ટેમ્બરના રોજ ઘેરથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા છે, શરીરે મધ્યમ બાંધાના અને ઘઉં વર્ણા ચમનભાઈએ પીળા કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે, અચાનક ઘેરથી ચાલ્યા જતા તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો આકુળ વ્યાકુળ બન્યા છે અને હાલમાં પોલીસ મથકે જાણ કરી પરિવારજનો દ્વારા ચમનભાઈની શોધખોળ કરવામાં આવી રહી છે. જો કોઈને ચમનભાઈ વિષે જાણ થાય તો મોબાઈલ નંબર 8306615776 અથવા 9737197311 ઉપર જાણ કરવા અથવા નજીકના પોલીસ મથકે જાણ કરવા અપીલ કરવામાં આવી છે.