પુરપાટ સ્પીડે ચાલતા ભારે વાહનોની અવરજવરથી રોડ પર ખાડા ખાબડા અને પાણીની લાઈન તૂટી જતા અને અકસ્માતનું જોખમ હોવાથી લોકો વિફર્યા : સ્થાનિક લોકોએ ભારે વાહનો રોકી ભારે વાહનોની અવરજવર બંધ કરવાની માંગ કરી મોરબી : મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ ગાંધી સોસાયટીમાં આજે ભારે વાહનોની જોખમી અવરજવરને કારણે સ્થાનિક લોકો વિફર્યા હતા અને ભારે વાહનો રોકીને ચક્કાજામ કરી દીધો હતો.સ્થાનિક લોકોએ તેમના વિસ્તારમાં પુરપાટ સ્પીડે ચાલતા ભારે વાહનોની અવરજવરથી રોડ પર ખાડા ખાબડા અને પાણી લાઈન તોડી તૂટી જતા અને અકસ્માતનું જોખમ હોવાનું જણાવીને સ્થાનિક લોકોએ ભારે વાહનો રોકી ભારે વાહનોની અવરજવર બંધ કરવાની માંગ કરી હતી. મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલી ગાંધી સોસાયટીના લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, તેમના રહેણાંક વિસ્તારની બાજુએ ઔધોગિક વિસ્તાર આવેલો છે.એટલે માલની હેરફેર માટે 24 કલાક તેમના વિસ્તારથી ભારેખમ વાહનોની અવરજવર રહે છે.પણ આ ભારેખમ વાહનોમાં ઓવરલોડ માલ ભરેલો હોય અને ઉપરથી માતેલા સાંઢની.માફક દોડતા હોવાથી તેમના વિસ્તારમાં રમતા નાના બાળકો સહિતના લોકોના જીવ ઉપર સતત જોખમ રહે છે.આ ઓવરલોડ વાહનો 24 સતત કલાક પુરપાટ ગતિએ તેમની સોસાયટી પાસેથી પસાર થાય છે જેથી સ્થાનિક લોકો પર અકસ્માતના જોખમની સાથે રોડ ખરાબ થઈ ગયો છે.ભારે વાહનોની સતત અવરજવરના કારણે તેમની સોસાયટીના રોડ ઉપર ખાડા પડી ગયા છે અને પાણીની લાઈન પણ અવારનવાર તૂટી જાય છે જેથી રોડ ઉપર ભારે ગારા કીચડનું સામ્રાજ્ય સર્જાઈ છે વગર વરસાદે બારેમાસ ચોમાસા જેવી સ્થિતિ રહે છે.ભારે વાહનો માતેલા સાંઢની માફક દોડતા હોવાથી નાના વાહનોને પસાર થવામાં પણ જોખમ રહે છે.આથી આજે સ્થાનિક રહીશોએ ભારે વાહનો અટકાવીને ઉગ્રરોષ ઠાલવ્યો હતો.તેમજ અહીં ભારે વાહનોની અવરજવર બંધ કરવા અથવા વાહનોની ગતિ પર નિયત્રણ લાવવાની માંગ કરી હતી.