નવા બનેલા રોડ ઉપર માતેલા સાંઢની માફક દોડતા વાહનો વારંવાર અકસ્માત સર્જતાં હોવાથી લોકો વિફર્યા, ચક્કાજામને પગલે પોલીસ દોડી મોરબી : મોરબીના રફાળેશ્વરથી જોધપર નદી વચ્ચેના માર્ગને હમણાં જ નવો બનાવ્યા બાદ આ રોડ ઉપર સ્પીડ બ્રેકર ન મુકતા અકસ્માતની હારમાળા સર્જાઈ છે.જેમાં નવા બનેલા રોડ ઉપર માતેલા સાંઢની માફક દોડતા વાહનો વારંવાર અકસ્માત સર્જતાં હોય અને આજે ફરી અકસ્માત થતા લોકો વિફર્યા હતા. રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કરતા પોલીસે દોડી મામલો સાંભળી લીધો હતો. મોરબીના રફાળેશ્વર ગામના અગ્રણી શિવુંભા ગઢવીએ આ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, રફાળેશ્વર ગામથી જોધપર નદીને જોડતા રોડ લાંબા સમયથી ખરાબ હોવાથી આ રોડ નવો બનાવવામાં આવ્યો છે અને હમણાં જ આ રોડનું કામ પૂરું થયું છે. પરંતુ નવા રોડ ઉપર સ્પીડ બ્રેકર ન મુક્તા ભારે વાહનોની ગતિ અનિયત્રીત બની છે.ભારે વાહનો બેફામ ગતિએ આ રોડ ઉપર દોડે છે. જેથી રોજ અકસ્માત સર્જાઈ છે. દરમિયાન આજે પણ રફાળેશ્વર ગામથી જોધપર નદીને જોડતા રોડ ઉપર એક ભારે વાહન ચાલકે એક બાઈક ચાલકને ઉડાવ્યો હતો.જેથી બાઈક ચાલકને ઇજા થઇ હતી.પરંતુ ભારે વાહન ચાલક અકસ્માત સર્જીને ભાગી ગયો હોય વારંવાર અકસ્માત સર્જાતા હોવાથી સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને સ્થાનિક લોકોએ રફાળેશ્વર જીઆઇડીસીના નાકા પાસે ચક્કાજામ કરી દીધો હતો.આ બનાવની જાણ થતાં તુરંત પોલીસે દોડી જઈને લોકોને સમજાવી ટ્રાફિક કિલિયર કર્યો હતો. સ્થાનિક લોકોએ આ નવા રોડ ઉપર અકસ્માત ન સર્જાઈ તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..