ઠેર-ઠેર કચરા, ગારા-કિચડનું સામ્રાજ્ય : પ્રથમવાર અધિકારીઓ આવી દુર્દશા વચ્ચે આવ્યામોરબી : મોરબીમાં લાતી પ્લોટના વેપારીઓએ રોષે ભરાઈને શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યા બાદ મહાપાલિકાના બંને ડેપ્યુટી કમિશનર તેઓને સમજાવવા આવ્યા હતા. આ દરમિયાન વેપારીઓએ બંને કમિશનરોને લાતી પ્લોટમાં ગારા- કીચડ અને પાણી ભરેલા રસ્તા ઉપર ચલાવ્યા હતા.લાતી પ્લોટની છેલ્લા ઘણા વર્ષોથી દુર્દશા ચાલી રહી છે. તેવામાં રોષે ભરાયેલા વેપારીઓએ આજે શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની અને કુલદીપસિંહ વાળા મામલો થાળે પાડવા ચક્કાજામ સ્થળે આવ્યા હતા. આ દરમિયાન વેપારીઓએ તેમને લાતી પ્લોટમાં રૂબરૂ આવી ત્યાંની શું હાલત છે તે જોવા માટે કહ્યું હતું. બાદમાં બંને અધિકારીઓ દ્વારા કીચડ અને પાણી ભરેલા રસ્તા પસાર કરી લાતી પ્લોટમાં ચાલ્યા હતા.