રોષે ભરાયેલા વેપારીઓએ અધિકારીઓને લાતી પ્લોટમાં આવી તેની દુર્દશા રૂબરૂ જોવા અને કામ શરૂ કરાવવાની માંગ ઉઠાવીમોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર લાતી પ્લોટના વેપારીઓએ ચક્કાજામ કરતા મહાપાલિકાના બન્ને ડેપ્યુટી કમિશનરો સ્થળ ઉપર વેપારીઓને સમજાવવા પહોંચ્યા છે. જો કે વેપારીઓ બન્ને અધિકારીઓને લાતી પ્લોટમાં રૂબરૂ આવી દુર્દશા જોવાની માંગ કરી રહ્યા છે. લાતી પ્લોટની બદતર હાલતને કારણે રોષે ભરાયેલા વેપારીઓએ આજે સવારે 11 વાગ્યાથી શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો છે. વેપારીઓ મક્કમતાથી રોડ બ્લોક કરીને બેઠા છે. તેવામાં મામલો થાળે પાડવા મહાપાલિકાના બે ડેપ્યુટી કમિશનરો સંજય સોની અને કુલદીપસિંહ વાળા ચક્કાજામ સ્થળે પહોંચ્યા છે. તેઓ વેપારીઓને સમજાવી રહયા છે. પરંતુ વેપારીઓ એવી માંગ કરી રહ્યા છે કે તમે લાતી પ્લોટમાં ચાલીને આવો અને દુર્દશા રૂબરૂ જોવો અને અત્યારે જ કામ શરૂ કરવો.