ચૈત્ર સુદ એકમથી હિન્દુઓના નવા વર્ષ, શક સંવતનો પ્રારંભભગવાન શ્રી વિષ્ણુના દશાવતારોમાં પ્રથમ મત્સ્યાવતારનું પ્રાગટ્ય થયું હોવાની માન્યતાચૈત્ર મહિનામાં વસંતઋતુ તેની ચરમસીમા પર હોય છે : લીમડાના પાનનું સેવન કરવાનું વિશેષ મહત્વ છેમોરબી : ચૈત્ર હિંદુ વૈદિક પંચાગ વિક્રમ સંવતનો છઠ્ઠો અને શક સંવતનો પ્રથમ મહિનો છે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ગુડી પડવો ઉજવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ પણ આ દિવસે શરૂ થાય છે. ચૈત્ર મહિનાની એકમની તિથિએ ગુડી પડવો ઉજવાય છે, હિન્દુઓનું નવું વર્ષ શરૂ થાય છે અને ચૈત્રી નવરાત્રીનો આરંભ થાય છે.જ્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે ચૈત્રનો ભારતીય સૌર માસ શરૂ થાય છે. હિંદુ કેલેન્ડર મુજબ જ્યારે સૂર્ય મીન રાશિમાં હોય ત્યારે ચૈત્ર મહિનો શરૂ થાય છે અને સૂર્યના મેષ રાશિમાં પ્રવેશના થોડા દિવસો બાદ સમાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે ચૈત્ર મહિનામાં વસંતઋતુની શરૂઆત થાય છે.ચૈત્ર માસમાં આવતા તહેવારોચૈત્ર સુદ નોમ: રામ નવમી, ભગવાન રામનો પ્રાગટ્ય દિવસચૈત્ર સુદ તેરસ: મહાવીર જયંતી, જૈન ધર્મના ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીરનો પ્રાગટ્ય દિવસચૈત્ર સુદ પૂનમ: હનુમાન જયંતી, રામ ભક્ત હનુમાનનો પ્રાગટ્ય દિવસચૈત્ર વદ અગિયારસ: પુષ્ટિ માર્ગના સ્થાપક વલ્લભાચાર્યનો પ્રાગટ્ય દિવસશક સંવતશક સંવત એ એક હિંદુ વૈદિક સંવત છે. આ સંવત મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. આ દરેક મહિનાના ત્રીસ દિવસ હોય છે. જે ચંદ્રની કળાને આધાર બનાવી ગણવામાં આવે છે. આ પંચાંગ મુજબ દરેક મહિનાના પંદરમે દિવસે અમાસ આવે છે એટલે કે પ્રથમ વદ પક્ષ આવે છે, જ્યારે છેલ્લા એટલે કે ત્રીસમા દિવસે પૂનમ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે. શક સંવતને અધિકૃત ભારતીય પંચાંગ ગણવામાં આવે છે. શક સંવતનો પ્રારંભ ઇ.સ. ૭૮માં થયો હતો. જો કે મોટાભાગના વિદ્વાનો રાજા ચશ્ટનના ઇ.સ. ૭૮માં થયેલા રાજ્યાભિષેકને શક સંવતની શરૂઆત ગણે છે.સતયુગની શરૂઆતકહેવાય છે કે સૃષ્ટિની રચના કરનાર દેવ બ્રહ્માજીએ ચૈત્ર માસની શુક્લ પ્રતિપદાથી સૃષ્ટિની રચનાની શરૂઆત કરી હતી. આ દિવસે બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના કરી હતી, સૂર્ય વિશ્વમાં પ્રથમ વખત ઉગ્યો હતો. સાથે જ સતયુગની શરૂઆત પણ ચૈત્ર માસથી માનવામાં આવે છે. ચૈત્ર મહિનાની પ્રતિપદામાં, ભગવાન શ્રી વિષ્ણુના દશાવતારોનો પ્રથમ અવતાર મત્સ્યાવતાર પ્રગટ થયો હતો. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ માછલીનું રૂપ ધારણ કરીને બ્રહ્માંડના તમામ જીવોને પ્રલયથી બચાવ્યા હતા.ચૈત્ર મહિનાનું હવામાનચૈત્ર મહિનાથી હવામાન બદલાવા લાગે છે. આ મહિનામાં વસંતઋતુ તેની ચરમસીમા પર છે. આ સાથે શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળાની ઋતુ શરૂ થાય છે. ચૈત્ર માસથી ખાનપાન અને જીવનશૈલીમાં પરિવર્તન આવે છે. વધુ પાણી પીવું પડે છે અને સરળતાથી સુપાચ્ય વસ્તુઓ ખાવા-પીવામાં આવે છે. ચૈત્ર માસમાં લીમડાના પાનનું સેવન કરવાનું વિશેષ મહત્વ છે. લીમડાના પાન ખાવાથી શરીરમાં વહેતું લોહી શુદ્ધ થાય છે અને વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે. ચૈત્ર માસમાં ગાયનું દાન વિશેષ ફળદાયી છે.