ધારાસભ્ય બ્રિજેશ મેરજાને સાથે રાખી કરેલી રજુઆતને હકારાત્મક પ્રતિસાદ શહીદ પરિવારો અને કોરોનામાં અજય લોરિયાએ કરેલી કામગીરીથી મુખ્યમંત્રી પ્રભાવિત મોરબી : મોરબી જિલ્લામાં વિકાસની ગાડી પુરપાટ વેગે દોડતી કરવા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા સ્થાનિક ધારાસભ્યને સાથે રાખી રસ્તા-પુલના કામો માટે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરતા રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. સાથે જ શહીદ પરિવારો અને કોરોનામાં કરેલી કામગીરી અંગે પણ મુખ્યમંત્રી દ્વારા નોંધ લઈ ચેરમેનને ધન્યવાદ સાથે આશીર્વાદ આપ્યા હતા. મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ અજયભાઇ લોરિયાએ જુદા-જુદા રસ્તાના અને પુલના કામો અન્વયે મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને સાથે રાખી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને મળ્યા હતા. આ રજુઆતમાં ગાળા-સાપર રોડ ઉપરનું નાળુ રૂપિયા 3 કરોડના ખર્ચે પહોળું કરવા, વાઘપર બ્રીજના કામમાં વધુ નાલા મુકવા રજુઆત કરવામાં આવી હતી. આ તકે, મોરબી સિરામિક અસોશિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ ગાળાના યુવા ઉઘોઁગપતિ સતિષભાઈ બોપલીયા પણ સાથે રહ્યા હતા. આ રજુઆત ધ્યાને લઈ સરકાર દ્વારા તુરતમાં કામ હાથ ધરવા હકારાત્મક અભિગમ અપનાવામાં આવ્યો હતો. ઉપરાંત નર્મદાની કેનાલમાંથી મોરબી -માળીયાના ગામોના ખેડૂતોને પાણી સમયસર ઉપલબ્ધ કરવા કરેલ રજુઆતનો પણ હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અજયભાઇ લોરિયાની શહીદોના પરિવારને આર્થિક સહાય અને કોરોનામાં કરેલ સેવા કર્યો અંગે ધારાસભ્ય બ્રિજેશભાઈએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને વાકેફ કરતા બંને મહાનુભાવોએ ધન્યવાદ સાથે આશીર્વાદ આપ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..