રોડ-રસ્તાના કામમાં ગેરરીતિ થતી હોય તો ધ્યાન દોરવા અજય લોરિયાની જનતાને અપીલ મોરબી : મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ નવા બનતા રોડની જાતે જઈને તપાસ કરી હતી. અને કોઈ રોડ-રસ્તાના કામમાં ખોટું થતું હોય તો ધ્યાન દોરવા લોકોને અપીલ કરી હતી. મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ નવા બનતા ગાળા-વાઘપર-પીલુડી ડામર રોડની જાત તપાસ કરી હતી. તેમણે કામગીરી યોગ્ય રીતે અને નિયમ મુજબ કરવાની સૂચના આપી હતી. જો કંઈ ગેરરીતિ થશે તો તેની સામે આકરા પગલાં ભરવાની ચેતવણી આપી હતી. તેમજ લોકોને પણ અપીલ કરી જો જિલ્લા પંચાયત હસ્તકના કોઈ રોડ-રસ્તાના કામમાં ખોટું થતું હોય તો ધ્યાન દોરવા જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..