કુલ રોકડ રકમ રૂ. 85,500 કબ્જે મોરબી : મોરબી તાલુકાના ચાંચાપર ગામમાં જુગાર રમતા નવ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તમામ નવ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે. ગઈકાલે તા. 20ના રોજ રમેશભાઇ રવજીભાઇ ભાલોડીયાના રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ શખ્સો પકડાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. 85,500 કબ્જે કરી છે. આ બનાવમાં પોલીસે રમેશભાઇ રવજીભાઇ ભાલોડીયા, અંબારામભાઇ જેઠાભાઇ હોથી, ધનજીભાઇ જીવરાજભાઇ ફેફર, વાધજીભાઇ લક્ષ્મણભાઇ આદ્રોજા, મનીષભાઇ પ્રાણજીવનભાઇ હોથી, વેલજીભાઇ સવજીભાઇ તરવાડીયા, બીજલભાઇ મગનભાઇ તરવાડીયા, હરેશભાઇ ભગવાનજીભાઇ ચનીયારા તથા ધનજીભાઇ મુળજીભાઇ ગામીની અટકાયત કરવામાં આવી છે.