ઈશાન સિરામિક અને ડીવાઇન ટ્રેડિંગમાં તપાસ હાથ ધરાઈ મોરબી : મોરબીની બે સિરામિક પેઢી ઉપર સેન્ટ્રલ જીએસટીએ દરોડા પાડી તપાસ હાથ ધરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. હાલ આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની ઈશાન સિરામિક અને ડીવાઇન ટ્રેડિંગ નામની બે સિરામિક પેઢી ઉપર આજે સેન્ટ્રલ જીએસટીની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે. બન્ને પેઢીઓમાંથી કોઈ વાંધાજનક હિસાબો મળે છે કે કેમ તે અંગે થોડા દિવસો બાદ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે.