અંજલિ ક્વાર્ટસ, સ્ટ્રીવન ક્વાર્ટઝ, જે કે વુડન અને એમ્પાયર ક્વાર્ટસ સહિતના 4 એકમોમાં તપાસ હાથ ધરાઈમોરબી અપડેટ : મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં હાલ મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે સેન્ટ્રલ જીએસટી (CGST) વિભાગની ટીમે ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમોમાં અચાનક ચેકિંગ હાથ ધરતા ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.મળતી માહિતી મુજબ, CGST વિભાગની ટીમ દ્વારા મોરબીના અંજલિ ક્વાર્ટસ, સ્ટ્રીવન ક્વાર્ટઝ, જે કે વુડન અને એમ્પાયર ક્વાર્ટસ સહિતના 4 જેટલા એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ એકમો પર અધિકારીઓ દ્વારા હિસાબો અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.હાલ આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને તે ક્યાં સુધી ચાલશે તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી મળી નથી. એક તરફ આ રૂટિન ચેકિંગ હોવાની વાતો ચાલી રહી છે, પરંતુ મંદીના સમયમાં જ વિભાગીય ચેકિંગ શરૂ થતાં અન્ય ઘડિયાળ ઉત્પાદકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ જ અન્ય કોઈ વિગતો સત્તાવાર રીતે સામે આવી શકશે.