ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં 9 બહેનોને પ્રમાણપત્ર અપાયામોરબી અપડેટ : મોરબી નગરના આંબેડકર ઉપનગરની વિજયનગર વસ્તીમાં ચાલતા બજરંગ સીવણ કેન્દ્રમાં તાલીમ પૂર્ણ કરનાર બહેનો માટે પ્રમાણપત્ર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 05/08/2026 ને બુધવારના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં બજરંગ સીવણ કેન્દ્રમાંથી પ્રશિક્ષણ પૂર્ણ કરનાર 9 બહેનોને ડો. હેડગેવાર સ્મારક સમિતિ - રાજકોટ તથા મોરબી શાખા દ્વારા ઉત્સાહભેર પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા સેવા પ્રમુખ જયદીપ કંઝારિયા દ્વારા બહેનોને સીવણ કાર્ય અપનાવીને આર્થિક રીતે સ્વાવલંબી બનવા અંગેની ઉપયોગી માહિતી અને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે આંબેડકર ઉપનગરના કાર્યવાહ પારસભાઈ વોરા અને જિલ્લા સેવા ટોળીના સદસ્ય હરિભાઈ સરડવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વીર સાવરકર કેન્દ્રના સવિતાબેન ચાવડા, રામાનુજન પાઠદાન કેન્દ્રના પ્રીતિબેન ચાવડા તથા બજરંગ સીવણ કેન્દ્રના દિવ્યાબેન ચૌહાણ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #BajrangSewingCenter #HedgewarSmarakSamiti #WomenEmpowerment #SelfReliance #MorbiNews #GujaratNews