JNS ગ્લોબલ ઇવેન્ટ્સ આયોજિત એક્સપોમાં મોરબીના 10 અગ્રણી સિરામિક ઉદ્યોગોએ ભાગ લઈને અવનવી ટાઇલ્સનું પ્રદર્શન કર્યું : હવે 12મી નવેમ્બરે કોલમ્બિયા અને ગુઆતેમાલામાં B2B સાથે એક્સપો યોજાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જોર્ડનના અમ્માનમાં 4 સપ્ટેમ્બરના રોજ JNS ગ્લોબલ ઇવેન્ટ્સ LLP દ્વારા સિરામિક્સ કનેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે એક સફળ બિઝનેસ-ટુ-બિઝનેસ બેઠક હતી. આ ઇવેન્ટમાં મોરબીના 10 અગ્રણી સિરામિક ઉદ્યોગોએ ભાગ લઈને અવનવી ટાઇલ્સનું પ્રદર્શન કર્યું હતું. જેને જોર્ડન અને ઇજિપ્તના વિવિધ ખરીદદારોને આકર્ષિત કર્યા હતા.જોર્ડન અને ઇજિપ્તના આગામી પ્રોજેક્ટ માટે નવી પ્રોડક્ટ્સ શોધતા ખરીદદારોને મોરબીની ક્વોલિટીવાળી ટાઇલ્સ ખૂબ પસંદ પડી હતી. જોર્ડનમાં આ એક્સપોને ભવ્ય સફળતા મળ્યા બાદ હવે 12મી નવેમ્બર 2024 ના રોજ કોલમ્બિયા અને ગુઆતેમાલામાં B2B સાથે એક્સપો યોજાનાર છે. જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નિકાસ વધારવા માટેની શ્રેષ્ઠ તક મળવાની છે.અમને મોટા ખરીદદારો સાથે જોડાવાનો અવસર મળ્યો : IBIS સ્માર્ટ માર્બલIBIS સ્માર્ટ માર્બલના ડિરેક્ટર કાર્તિક પટેલે જણાવ્યું કે 'જોર્ડનમાં સિરામિક્સ કનેક્ટમાં ભાગ લેવાની અમને તક મળી હતી. જેમાં અમને મોટા ખરીદદારો સાથે જોડાવા અને નવા બજારનો અભ્યાસ કરવાનો અવસર મળ્યો હતો.આ ઇવેન્ટ અમારા નેટવર્કને વિસ્તરવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ બની : Bathero સેનેટરી વેરBathero સેનેટરી વેરના માર્કેટિંગ ડિરેક્ટર કશ્યપ રાણીપાએ જણાવ્યું કે 'આ ઇવેન્ટમાં ખરીદદારો સાથેના જોડાણથી પ્રભાવિત થયા છીએ. સિરામિક્સ કનેક્ટ અમારા નેટવર્કને વિસ્તરવાનો અને નવા વ્યવસાયિક તકો શોધવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ બની ગયું છે.'અમને લેટેસ્ટ પ્રોડક્ટ રજૂ કરવાની તક મળી : Icolux PorcelanoIcolux Porcelanoના ડિરેકટર અભય મારવાનીયાએ જણાવ્યું કે 'સિરામિક્સ કનેક્ટે અમને અમારી લેટેસ્ટ પ્રોડક્ટને રજૂ કરવાની તક આપી છે અને આગામી જોર્ડન અને ઇજિપ્તના બજારની માંગ પર જાણકારી મેળવવામાં મદદ કરી છે.'અમારા ઉત્પાદનો પર ખૂબ સારો પ્રતિસાદ મળ્યો : Lactose સિરામિક્સLactose સિરામિક્સના ડિરેકટર સૂરજ પડસુંબીયાએ જણાવ્યું કે 'જોર્ડનમાં સિરામિક્સ કનેક્ટ B2B ઇવેન્ટ અમારા માટે એક લાભદાયક અનુભવ રહ્યો છે. અમે નવા વ્યવસાયિક જોડાણો સ્થાપિત કર્યા છે અને અમારા ઉત્પાદનો પર ઉપયોગી પ્રતિસાદ મેળવ્યો છે, જે અમારા ભવિષ્યની વ્યૂહરચના માટે અગત્યનું રહેશે.'ઇવેન્ટમાં ભાગ લેવો અમારા માટે મહત્વપૂર્ણ સાબિત થયું : Nilcore બાથNilcore બાથના માર્કેટિંગ ડિરેકટર મિત કડીવારે જણાવ્યું કે 'સિરામિક્સ કનેક્ટ B2B માં ભાગ લેવો અમારા માટે મહત્વપૂર્ણ સાબિત થયું. અમને મુખ્ય ખરીદદારો સાથે જોડાવાની તક મળી, માત્ર એટલું જ નહિ પરંતુ અમારા વ્યવસાયને ઊંચા સ્તરે પહોંચાડવા માટે પણ અમને તક મળી.JNS Global Events LLP વિવિધ ઉદ્યોગોમાં અસરકારક ઇવેન્ટ્સનું આયોજન કરે છે, એફિસિયન્ટ અને ઉત્પાદનક્ષમ નેટવર્કિંગ પ્લેટફોર્મ પૂરૂં પાડીને, એક્સિબિટર્સ અને અટેન્ડીઝને નેટવર્કિંગ પ્લેટફોર્મની સફળતા અને મહત્વને વધુ ઉંચી અપેક્ષા આપી રહ્યું છે.પ્રશાંત ચિતારેગ્લોબલ બિઝનેસ હેડમો.નં.7558434925