ટાઇલ્સના નાણાં નહિ ચૂકવી છેતરપીંડી કરનાર સુરતના ઠગ સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સીરામીક ફેક્ટરીમાંથી ટાઇલ્સનો જથ્થો મંગાવીને તેનું બિલ નહિ ચૂકવી રૂ.1.74 લાખનો ચુનો લગાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આ સીરામીક ફેક્ટરીમાંથી ટાઇલ્સ મંગાવીને બિલ નહિ ચૂકવી છેતરપીંડી કરનાર સુરતના ઠગ સામે ફરિયાદ નોંધાઈ છે. આથી પોલીસે સુરતના શખ્સ સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ-આલાપ રોડ ઉપર સત્તાધાર-2 સોસાયટીમાં આવેલ શિલ્પ પેલેસમાં રહેતા પારસભાઇ જયસુખભાઇ ગોધાણી (ઉ.વ.24) આરોપી નિલેશભાઇ સાવલીયા (રહે. સુરત) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.1 મેથી આજદીન સુધીમાં બનેલા આ બનાવમાં ફરિયાદીનું મોરબીના બેલા ગામની સીમમા લીઝા ટાઇલ્સ નામનું સિરામીક આવેલ હોય ટાઇલ્સનો વેપાર ધંધો કરતા હોય જેની આરોપીએ કોઇપણ રીતે માહિતી મેળવી ફોન કરી ફરીયાદી તથા સાહેદને વિશ્વાસમાં લઇ ફરીયાદી પાસેથી ટાઇલ્સના કૂલ બોક્ષ નંગ-૧૫૪૨ કિં.રૂ. ૧,૭૪,૨૦૧ મંગાવી જે ટાઇલ્સના બીલની રકમ ન આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. આ બનાવની ફરિયાદ પરથી વધુ તપાસ મોરબી તાલુકા પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ. વી.કે.કોઠીયા ચલાવી રહ્યા છે.