મોરબી તાલુકા પોલીસે પાસાના વોરંટ બજવણી કરી બન્નેને રાજકોટ-અમદાવાદ જેલમાં ધકેલી દીધા મોરબી : છેલ્લા ત્રણ વર્ષથી મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે છેતરપીંડી કરનાર બે ઇસમોને પાસા તળે મધ્યસ્થ જેલ અમદાવાદ અને રાજકોટ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે. જેના પગલે સીરામીક ઉધોગકારો પાસેથી માલ લઈને ઓળવી જનારા ભેજાબાજોમાં ફફડાટ મચી ગયો છે. મોરબીની જુદી-જુદી ફેક્ટરીઓમાંથી સિરામિક આઇટમો મંગાવી માલનું પેમેન્ટ આપવાના વાયદા કરી તેનુ પેમેન્ટ નહીં આપી વિશ્વાસઘાત કરી આર્થિક લાભ મેળવવા ગુન્હાહિત કાવતરૂ કરનાર ઇસમોને પોલીસે ઝડપી લીધા બાદ આવી પ્રવૃત્તિ કરનારાઓમાં કડક દાખલો બેસાડવા જિલ્લા પોલીસ વડા દ્વારા પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મંજૂરી અર્થે મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટએ પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું. આથી, તાલુકા પોલીસે નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા અને જગદીશભાઇ શંભુભાઇ જોગાણીની પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ તથા મધ્યસ્થ જેલ રાજકોટ હવાલે કરવામાં આવેલ છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..