મોરબી : મોરબીના ખોખરા રોડ અને પીપળી રોડના ઉદ્યોગોને ઘણા સમયથી ખોખરા રોડ જે નેશનલ હાઈવેને સીધો સ્ટેટ હાઈવેનો જોડતા લિંક રોડની ખૂબ જ જરૂરિયાત હતી. આ જરૂરિયાતને ધ્યાને લઈને ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જે બાદ રાજ્ય સરકારે ઝડપથી આ રોડના કામને મંજૂરી આપી છે. બેલા થી ભરતનગર ખોખરા હનુમાન સીસી રોડનું ટેન્ડર પાસ કરી વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. હવે ટૂંક જ સમયમાં એજન્સી કામ ચાલુ કરી દેશે.આ સીસી રોડથી ખોખરા હનુમાન રોડ અને પીપળી રોડના ઉદ્યોગોને ખૂબ જ ફાયદો થશે. સાથે જ પવિત્ર યાત્રાધામ ખોખરાધામ આવતા શ્રદ્ધાળુઓને પણ સરળતા રહેશે. આ રોડના કામની મંજૂરી બદલ ખોખરા રોડ અને પીપળી રોડના ઉદ્યોગો વતી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા રાજ્ય સરકાર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કરાયો છે.