જિલ્લામાં ખેતી, ઉદ્યોગો માટે ભૂગર્ભ જળનો ઉપયોગ ઓછો કરવા સૂચન : વધુને વધુ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવા જરૂરીમોરબી : કેન્દ્ર સરકારના ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા મોરબી સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લામાં માળીયા મિયાણા તાલુકામાં ભૂગર્ભ aજળ પીવા લાયક ન હોવાના તારણો સામે આવ્યા છે. સમગ્ર માળીયા તાલુકા ઉપરાંત મોરબી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વધુ ઊંડાઈએ ભૂગર્ભ જળ ખારા હોવાનું સામે આવ્યા વૈજ્ઞાનિકોની ટીમોએ જિલ્લા કલેકટરને રિપોર્ટ સુપરત કરી જિલ્લામાં વધુને વધુ વરસાદી પાણીનો ઉપયોગ કરી ભૂગર્ભ જળસ્તર સુધારવા જળસંચય પર ભાર મુક્યો હતો. સાથે જ આ રિપોર્ટમાં જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ પાંચ જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે સર્વે કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વૈજ્ઞાનિકો દ્વારા જરૂરી હેલી બોન સર્વે કરીને પાણીની ઉપલબ્ધતા જમીનના પ્રકાર તેમજ પાણીની ગુણવત્તા અંગેની જરૂરી માહિતી એકત્ર કરવામાં આવી છે. આ કામગીરી સિનિયર વૈજ્ઞાનિક કાર્તિક પી ડોંગરે તેમજ તેમની સાથે વૈજ્ઞાનિક હિમેશ પંડ્યા અને એન. વીરાબાબુ દ્વારા જાન્યુઆરી - 2022 હાથ ધરવામાં આવી હતી.વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા સર્વેની કામગીરી બાદ મોરબી જિલ્લાના મોરબી, માળીયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકામાં જુદી જુદી પધ્ધતિ મુજબ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણના વિગતવાર રિપોર્ટ વૈજ્ઞાનિકો દ્વારા મોરબી કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટના તારણ મુજબ હાલની સ્થિતિએ મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળ વપરાશ સીમિત હોય ચિંતાજનક બાબત ન હોવાનું જણાવાયું હતું.સાથે જ આગામી સમયમાં ભૂગર્ભ જળનો ઓછો ઉપયોગ કરવા તેમજ વધુ ઊંડાઈથી ભૂગર્ભ જળ ન કાઢવા ભાર મૂકી વરસાદી પાણીનો વપરાશ અને જળસંચય પર વધારે ધ્યાન આપવા રિપોર્ટમાં જણાવાયું હતું.પાંચેય જિલ્લાના સર્વેના આંકડા વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટની વેબ-સાઈટ પરસેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા મોરબી સહિત પાચ જિલ્લામાં કરાયેલ સર્વેના આંકડા વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટની વેબ-સાઈટ પર ઉપલબ્ધ કરાયા છે. ભૂગર્ભ જળ અંગેની જુદી-જુદી માહિતી તેમજ સર્વેક્ષણની માહિતી કોઈપણ નાગરિક QR કોર્ડ મારફત મેળવી શકે છે.સર્વેમાં ક્યાં સ્થળે સારું અને ક્યાં સ્થળે ખારું પાણી તે અંગે રિપોર્ટ અપાયોસેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં તમામ પાંચ તાલુકામાં સર્વે કરવામાં આવ્યો હતો.જેમાં 259 સ્થળોએ ડ્રિલિંગ કરી તેમજ અન્ય 75 સ્થળેથી પાણીની ઉપલબ્ધતા અને પાણી કેવું છે તે અંગે રિપોર્ટ કરવામાં આવ્યો હતો.એકંદરે મોરબી જિલ્લામાં ખારાશનું પ્રમાણ વધુ હોય ઊંડા બોર કરીને ભૂગર્ભનું પાણી મેળવવું હિતાવહ ન હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.માળીયા મિયાણા પંથકમાં 10 મીટરથી વધુ ઊંડાઈએ ખારા પાણીમોરબી જિલ્લામાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના સર્વેમાં માળીયા મિયાણા તાલુકામાં અલગ અલગ 85 સ્થળે ડ્રિલિંગ કરી સર્વે હાથ ધરવામાં આવતા 10 મીટરથી વધુ ઊંડાઈએ જતા પાણી ખારા હોવાનું અને આવા પાણીનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે સારો ન હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.દરિયાકાંઠા નજીક આવેલ માળીયા મિયાણા તાલુકાના તમામ ગામોમાં ભૂગર્ભ જળ સારા ન હોવાથી લોકોને વરસાદી પાણીનો સંગ્રહ કરી વપરાશ કરવા પર ભાર મુકાયો હતો.જિલ્લામાં જળસંચય કરી વરસાદી પાણી સંગ્રહ કરવા ભલામણમોરબી જિલ્લામાં ભૂગર્ભ જળસ્તર સારા ન હોવાથી સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા જિલ્લા કલકેટરને સોંપવામાં આવેલ રિપોર્ટમાં જિલ્લાની સુખાકારી માટે વધુને વધુ વરસાદી પાણીનો સંગ્રહ કરવા તેમજ ખેત તલાવડી, તળાવ, ચેકડેમ જેવા જળસંચય અભિયાન થકી વરસાદી પાણી જમીનમાં ઉતારી ભૂગર્ભ જલસ્તર સુધારવા ભલામણ કરવામાં આવી હતી.