મોરબી : કેન્દ્ર સરકારે આજે સાંજે અનલોક 5ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. જેમાં ખાસ તો 15 ઓક્ટોબરથી 50% કેપેસિટી સાથે સિનેમા, થિએટર અને મલ્ટિપ્લેક્સને ખોલવાની છૂટ આપવામાં આવી છે. આ સાથે પણ અનેક છૂટ અપાઈ છે. જેની હાઈલાઈટ નીચે મુજબ છે. સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિએટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે ખોલવાની છૂટ ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમીંગ પુલ ખુલશે બિઝનેસ એક્ઝિબિશનને વાણિજ્ય મંત્રાલયની શરતોને આધિન અપાશે મંજૂરી મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળોને ખોલવા મંજૂરી અપાશે સ્કૂલ-કોલેજ-કોચિંગ ક્લાસ શરૂ કરવા બાબતે જે-તે રાજ્ય સરકારને નિર્ણય લેવાની છૂટ સ્કૂલો ખૂલ્યા બાદ જે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ લેવા માગે તેને સ્કૂલમાં હાજર રહેવા ફરજ ન પાડવી ઓનલાઈન-ડિસ્ટન્સ લર્નિંગને જ પહેલી પસંદગી આપવાની હિમાયત વાલીઓની લેખિત મંજૂરી પછી જ વિદ્યાર્થી સ્કૂલ- કોચિંગ ક્લાસિસમાં જઈ શકશે પીએચડી-અનુસ્નાતક જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 15મી પછી લેબ/પ્રયોગકાર્યને મંજૂરી કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક/શૈક્ષણિક/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે બંધ હોલમાં બેઠક ક્ષમતાના મહત્તમ 50% અને વધુમાં વધુ 200 લોકોને મંજૂરી અપાશે. માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-થર્મલ સ્ક્રીનિંગ-હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે કોમર્શિયલ ધોરણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધિત મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળો બંધ રહેશે 31 ઓક્ટોબર સુધી કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનનો ચુસ્ત અમલ જારી રાજ્ય સરકારો કન્ટેન્મેન્ટ ઝોન બહાર કોઈ લોકડાઉનનો અમલ નહીં કરી શકે આંતરરાજ્ય તથા રાજ્યની અંદરના પરિવહન પર કોઈ રોકટોક નહીં