હળવદ: મતદાન કરવાની અચૂક ફરજ નિભાવતા સેંકડો મતદારોને કારણે ભારતની લોકશાહી ટકી રહી છે. ત્યારે હળવદ તાલુકાના કવાડિયા ગામે 101 વર્ષની ઉંમરના સમુબેન ચારોલાએ મતદાન કરી અન્યોને પણ વગર કઈ કહ્યે અચૂક મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો. હળવદ તાલુકા પંચાયતની આજે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે અને તમામ મતદાન બુથો ઉપર મતદાન કરવા માટે લોકોનો ધીમેધીમે ધસારો થઈ રહ્યો છે ત્યારે હળવદના કવાડિયા ગામે રહેતા 101 વર્ષના સમુંબેન ચારોલાએ પણ લોકશાહીને મજબૂત રાખવા આજે તેમના મતદાન બુથે મતદાન કરવા પહોંચ્યા હતા અને તેમણે ઉત્સાહભેર મતદાન કર્યું હતું.તેઓએ અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કર્યું છે અને લોકશાહીમાં અતૂટ વિશ્વસ ધરાવતા 101 વર્ષના સમુંબેન ચારોલાએ ફરી એક વખત મતદાનની પવિત્ર ફરજ નિભાવી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું.