ટંકારા : ઘુનડા (ખા.) પ્રાથમિક શાળામાં શાળાનો 100મો સ્થાપના દિવસ હોય શાળા ખાતે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શાળાના ભૂતપૂર્વ આચાર્ય, શિક્ષકો તથા ગ્રામજનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે ગ્રામજનો દ્વારા ભૂતપૂર્વ આચાર્ય અને શિક્ષકોને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ તકે દાતા દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ અને શાળાના શિક્ષક તરફથી પાણીની બોટલ વિદ્યાર્થીઓને ભેટ રૂપે આપવામાં આવી હતી. કાર્યક્રમને અંતે બાળકો માટે બટુક ભોજન અને ગ્રામજનો અને મહેમાનો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.