Morbi: મોરબીમાં વરિષ્ઠ નાગરિકો પણ લોકસભાની ચૂંટણીમાં મતદાનમાં આગળ રહ્યા છે અને અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. મોરબીનાં કાલીકાનગર પ્રાથમિક શાળામાં બુથ પર 103 વર્ષના સવિતાબેન નિમાવતે મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.આજે સમગ્ર ગુજરાતમાં 25 બેઠકો માટે લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. મોરબી જિલ્લામાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક શતાયુ મતદાતાઓએ આયુષ્યનાં છેલ્લા પડાવમાં લોકશાહીને મજબૂત કરવાનો ઇરાદો બુલંદ કર્યો હતો.