મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સિમેન્ટની ચોરીના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા છે. ગત તા. 21ના રોજ રાત્રીના સમયે મોરબીમાં યમુનાનગર ખાતે મનસુખભાઇ ખોડાભાઇ કામરીયાની બાંધકામની સાઇટ ખાતે કોઇ અજાણ્યા ચોરે સિમેન્ટની 40 થેલીઓ (કિં.રૂ. 12,000)ની મતાની ચોરી કરી લઇ ગયેલ હતો. જે અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ તપાસમાં હતા. આ દરમ્યાન પોલીસને હ્યુમન ઇન્ટેલીજન્સથી ખાનગી બાતમી મળેલ કે આ ચોરી કરનાર ત્રણ ઇસમોએ ચોરી કરી સિમેન્ટની થેલીઓ પોતપોતાનાં રહેણાંક મકાનમાં રાખેલ છે. જે બાતમી આધારે યમુનગરમાં થયેલ સિમેન્ટ યોરીનો ગુનો ડિટેક્ટ કરી, ચોરી થયેલ સિમેન્ટની રિકવર કરી આરોપીઓ કાનજીભાઇ ઉર્ફે કાનો ગોવીંદભાઇ ચાવડા, પંકજભાઇ ધીરૂભાઇ ચાવડા અને સવાભાઇ ઉર્ફે બાબભાઇ પરબતભાઇ ડાંગરને પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.