સ્કાય મોલ ખાતે તા.27 અને 28મીએ ગહેના એક્ઝિબિશનમાં કે.ડી. જવેલર્સનો પણ સ્ટોલ રિવાઝ, ફેસેટ્સ, કાવ્યમ અને આભા બ્રાન્ડની સુંદર ડિઝાઇન જવેલરી ગ્રાહકોમાં બનશે આકર્ષણનું કેન્દ્ર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ખ્યાતનામ કે.ડી. જવેલર્સ હવે મોરબીના આંગણે આવ્યું છે. અહીં સ્કાય મોલ ખાતે આવતીકાલે તા.26થી બે દિવસ માટે યોજાનાર ગહેના એક્ઝિબિશનમાં કે.ડી. જવેલર્સનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે. જેમાં કે.ડી.જવેલર્સની રિવાઝ, ફેસેટ્સ, કાવ્યમ અને આભા બ્રાન્ડની સુંદર ડિઝાઇન જવેલરી ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બનવાની છે. મૂળ જામનગરનું કે.ડી જવેલર્સ સૌરાષ્ટ્ર,ગુજરાત અને વિવિધ રાજ્યોમાં છેલ્લા ૫૦ વર્ષથી પોતાની વિશ્વાસનીય સેવાઓ અને અભૂતપૂર્વ,સર્જનાત્મકતા દ્વારા એક બ્રાંડ તરીકે પ્રખ્યાત છે. ભારતીય સંસ્કૃતિની પરંપરા અને આધુનિકતાના અદ્દભૂત સમન્વય દ્વારા કે.ડી.જવેલર્સે 10,000થી પણ વધુ ગ્રાહકોના હૃદયમાં પ્રેમભર્યું પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કુશળ કારીગરો દ્વારા પ્રેમ અને અનુરાગનું પ્રતિક એવી બ્રાઈડલ જ્વેલરી નિર્માણ કરીને કે,ડી.જવેલર્સે 5000થી પણ વધુ લગ્નપ્રસંગને જીવનભરની સુંદર સ્મૃતિઓ અને અલંકૃત કર્યા છે. ‘વન સ્ટેપ શોપ’ કે.ડી.જવેલર્સ મોરબીનાં સૌંદર્ય પ્રેમી લોકો પોતાના પ્રિયજનોને ચીરસ્થાયી ખુશીની ભેટ આપવા પોતાની વિવિધ બ્રાન્ડસ ઓફર કરતા આનંદ અનુભવે છે. સુરુચિપૂર્ણ અને અદ્રિતીય સુવર્ણ આભૂષણોનું કલેક્શન રિવાઝ બ્રાન્ડ, હીરાની ઉત્કૃષ્ટ જ્વેલરી ફેસેટ્સ બ્રાન્ડ, પોલકી અને કુંદનનો ન્યારો સંગમ કાવ્યમ બ્રાન્ડ અને ડિઝાઈનર સિલ્વર જ્વેલરી આભા બ્રાન્ડ અહીં આકર્ષણનું કેન્દ્ર બનશે. અદ્દભૂત અને સુંદર અલંકારોને નિહાળવા અને પ્રિયજનો સાથે આ આનંદને ઉજવવા આવકાર આપતા કે.ડી.જવેલર્સ સૌને તા.27 અને 28 ફેબ્રુઆરીએ સ્કાય મોલ ખાતે બીજા માળે આયોજિત એક્ઝિબિશનમાં પધારવાનું આમંત્રણ પાઠવે છે.